નડિયાદ શહેરમાં એક ઈંચ, અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ

- ખેડા જિલ્લામાં રવિવારે 12 કલાક દરમિયાન- સતત વરસાદમાં ડાંગરનો પાક પડી ગયો  નવરાત્રિની તૈયારીઓમાં પાણી ફરી વળ્યુંનડિયાદ : ખેડા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સતત પડી રહેલા વરસાદના કારણે ડાંગર સહિતના પાક પડી ગયો છે. ખેડા જિલ્લામાં આજે સવારથી ૧૨ કલાક દરમિયાન નડિયાદ શહેરમાં એક ઇંચ વરસાદ થયો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.સમગ્ર રાજ્યમાં વરસાદ શરૂ થયો છે. જેના કારણે ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઇ છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ મેઘરાજાની મહેર થઈ રહી છે. ખેડા જિલ્લામાં આજે દિવસ દરમિયાન છૂટો છવાયો તેમજ જરમર વરસાદ ચાલુ રહેવા પામ્યો હતો. જેમાં આજે સવારના છ વાગ્યાથી સાંજના છ સુધી ૧૨ કલાક દરમિયાન નોંધાયેલો વરસાદ આ મુજબ છે. નડિયાદ શહેરમાં ૨૬ મિ.મી., માતરમાં ૧૮, કપડવંજ અને વસોમાં પાંચ જ્યારે ખેડામાં ૩ મિ.મી. વરસાદ પડયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે નવરાત્રી મહોત્સવની તૈયારી કરી રહેલા આયોજકોએ કરેલા ખર્ચ પર પાણી ફરી વળ્યા છે.

નડિયાદ શહેરમાં એક ઈંચ, અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ખેડા જિલ્લામાં રવિવારે 12 કલાક દરમિયાન

- સતત વરસાદમાં ડાંગરનો પાક પડી ગયો  નવરાત્રિની તૈયારીઓમાં પાણી ફરી વળ્યું

નડિયાદ : ખેડા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સતત પડી રહેલા વરસાદના કારણે ડાંગર સહિતના પાક પડી ગયો છે. ખેડા જિલ્લામાં આજે સવારથી ૧૨ કલાક દરમિયાન નડિયાદ શહેરમાં એક ઇંચ વરસાદ થયો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.

સમગ્ર રાજ્યમાં વરસાદ શરૂ થયો છે. જેના કારણે ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઇ છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ મેઘરાજાની મહેર થઈ રહી છે. ખેડા જિલ્લામાં આજે દિવસ દરમિયાન છૂટો છવાયો તેમજ જરમર વરસાદ ચાલુ રહેવા પામ્યો હતો. 

જેમાં આજે સવારના છ વાગ્યાથી સાંજના છ સુધી ૧૨ કલાક દરમિયાન નોંધાયેલો વરસાદ આ મુજબ છે. નડિયાદ શહેરમાં ૨૬ મિ.મી., માતરમાં ૧૮, કપડવંજ અને વસોમાં પાંચ જ્યારે ખેડામાં ૩ મિ.મી. વરસાદ પડયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે નવરાત્રી મહોત્સવની તૈયારી કરી રહેલા આયોજકોએ કરેલા ખર્ચ પર પાણી ફરી વળ્યા છે.