ઘી, હળદર તથા પનીર બાદ નકલી બિયારણ આવતા ખેડૂતો લાચાર

250 વિઘામાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું તે નિષ્ફળ રહ્યું હવે ખેડૂતો ફરી વાવેતર કરવા મજબૂર બન્યા છે ખેડૂતો વાવેલા ઘઉં પર ટ્રેકટર ફેરવી ખેતર ખાલી કરી રહ્યાં છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સાંઢણીધાર ગામે 250 વિઘામાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતુ. પરંતુ ઘઉં ઉગ્યા જ નહિ. કોડીનાર ખરીદ વેચાણ સંઘમાંથી ખરીદેલું બીજ નિગમનું ઘઉંનું બિયારણ લાવી વાવયું હોવાનો ખેડૂતોનો આરોપ છે. હાલ તો ખેડૂતો વાવેલા ઘઉં પર ટ્રેકટર ફેરવી ખેતર ખાલી કરી રહ્યાં છે. અને હવે ખેડૂતો ફરી વાવેતર કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોની સોયાબીન અને મગફળીની કમાણી ઘઉંમાં સમાણી બિયારણને લઇ ખેડૂતોની સોયાબીન અને મગફળીની કમાણી ઘઉંમાં સમાણી છે. ગીરનાં કોડીનારના ગીર વિસ્તાર નજીક આવેલા સાંઢણીધાર ગામના ખેડૂતોએ મગફળી અને સોયાબિનનો પાક લણી શિયાળાની શરૂઆત થતા જ ઘઉંનું વાવેતર કર્યું હતુ. પરંતુ બે ત્રણ દિવસ બાદ ખેતરમા ઘઉં તો ઉગ્યા પણ માત્ર દસથી વીસ ટકા બાકીનાં ઘઉં ના ઉગતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. સાંઢણીધાર ગામના મોટા ભાગનાં ખેડૂતોને ઘઉં ન ઉગતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ખેડૂતોએ કોડીનાર ખરીદ વેચાણ સંઘમાંથી બીજ નિગમનું ઘઉંનું બિયારણ લીધું ખેડૂતોનુ કેહવું છે કે તમામ ખેડૂતોએ કોડીનાર ખરીદ વેચાણ સંઘમાંથી બીજ નિગમનું ઘઉંનું બિયારણ લીધું હતું જે પૈકી આશરે 200 થેલી જેટલું બિયારણ નબળી ગુણવત્તાનું હોવાના કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ છે. ખેડૂતોએ 250 વીઘામાં વાવેલા ઘઉં પર ટ્રેકટર ફેરવી ખેતર ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને હવે ખેડૂતો ફરી વાવેતર કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોનું કેહવું છે કે ખૂબ મહેનત કરી ખાતર બિયારણ સહિતનો એક વિઘે પાંચથી સાત હજાર ખર્ચ કરી ઘઉં વાવયા હતા. અમે સોયાબીનનો પાક વહેચી ત્રણ વીઘામાં રૂપિયા 27 હજારનો ખર્ચ કર્યો પણ બધુ પાણીમાં ગયુ છે. ખેડૂતોની વ્યથા સાંભળવામાં કોઈ નિગમના અધિકારીઓને રસ નથી બીજી તરફ કોડીનાર ખરીદ વહેંચાણ સંઘના પ્રમુખ દિલીપ મોરીનું કેહવું છે કે બીજ નિગમનું જે બિયારણ આવ્યું હતું તે બરાબર ના હોવાના કારણે તેને નિગમે પરત ખેચ્યું હતુ. પરંતુ આટલું બિયારણ વાવી દેવાયું જેથી મોટી મુશ્કેલી સર્જાઇ છે. અમે ખેડૂતોની રજૂઆત નિગમને જાણ કરી છે. સાથે જ ગ્રાહકને ગ્રાહક સુરક્ષામાં જવાનું પણ કહ્યું છે. હાલ તો સાંઢણીધાર ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને શું કરવું એ રસ્તો મળતો નથી. ખેડૂતોની વ્યથા સાંભળવામાં કોઈ નિગમના અધિકારીઓને રસ નથી જ્યારે અન્ય ગામોમાં પણ એગ્રોમાંથી લીધેલા બિયારણની ફરિયાદો પણ ઊઠી રહી છે. ત્યારે આ બાબતે તંત્ર જાગે તે જરૂરી છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે. 

ઘી, હળદર તથા પનીર બાદ નકલી બિયારણ આવતા ખેડૂતો લાચાર
  • 250 વિઘામાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું તે નિષ્ફળ રહ્યું
  • હવે ખેડૂતો ફરી વાવેતર કરવા મજબૂર બન્યા છે
  • ખેડૂતો વાવેલા ઘઉં પર ટ્રેકટર ફેરવી ખેતર ખાલી કરી રહ્યાં છે

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સાંઢણીધાર ગામે 250 વિઘામાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતુ. પરંતુ ઘઉં ઉગ્યા જ નહિ. કોડીનાર ખરીદ વેચાણ સંઘમાંથી ખરીદેલું બીજ નિગમનું ઘઉંનું બિયારણ લાવી વાવયું હોવાનો ખેડૂતોનો આરોપ છે. હાલ તો ખેડૂતો વાવેલા ઘઉં પર ટ્રેકટર ફેરવી ખેતર ખાલી કરી રહ્યાં છે. અને હવે ખેડૂતો ફરી વાવેતર કરવા મજબૂર બન્યા છે.

ખેડૂતોની સોયાબીન અને મગફળીની કમાણી ઘઉંમાં સમાણી

બિયારણને લઇ ખેડૂતોની સોયાબીન અને મગફળીની કમાણી ઘઉંમાં સમાણી છે. ગીરનાં કોડીનારના ગીર વિસ્તાર નજીક આવેલા સાંઢણીધાર ગામના ખેડૂતોએ મગફળી અને સોયાબિનનો પાક લણી શિયાળાની શરૂઆત થતા જ ઘઉંનું વાવેતર કર્યું હતુ. પરંતુ બે ત્રણ દિવસ બાદ ખેતરમા ઘઉં તો ઉગ્યા પણ માત્ર દસથી વીસ ટકા બાકીનાં ઘઉં ના ઉગતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. સાંઢણીધાર ગામના મોટા ભાગનાં ખેડૂતોને ઘઉં ન ઉગતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

ખેડૂતોએ કોડીનાર ખરીદ વેચાણ સંઘમાંથી બીજ નિગમનું ઘઉંનું બિયારણ લીધું

ખેડૂતોનુ કેહવું છે કે તમામ ખેડૂતોએ કોડીનાર ખરીદ વેચાણ સંઘમાંથી બીજ નિગમનું ઘઉંનું બિયારણ લીધું હતું જે પૈકી આશરે 200 થેલી જેટલું બિયારણ નબળી ગુણવત્તાનું હોવાના કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ છે. ખેડૂતોએ 250 વીઘામાં વાવેલા ઘઉં પર ટ્રેકટર ફેરવી ખેતર ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને હવે ખેડૂતો ફરી વાવેતર કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોનું કેહવું છે કે ખૂબ મહેનત કરી ખાતર બિયારણ સહિતનો એક વિઘે પાંચથી સાત હજાર ખર્ચ કરી ઘઉં વાવયા હતા. અમે સોયાબીનનો પાક વહેચી ત્રણ વીઘામાં રૂપિયા 27 હજારનો ખર્ચ કર્યો પણ બધુ પાણીમાં ગયુ છે.

ખેડૂતોની વ્યથા સાંભળવામાં કોઈ નિગમના અધિકારીઓને રસ નથી

બીજી તરફ કોડીનાર ખરીદ વહેંચાણ સંઘના પ્રમુખ દિલીપ મોરીનું કેહવું છે કે બીજ નિગમનું જે બિયારણ આવ્યું હતું તે બરાબર ના હોવાના કારણે તેને નિગમે પરત ખેચ્યું હતુ. પરંતુ આટલું બિયારણ વાવી દેવાયું જેથી મોટી મુશ્કેલી સર્જાઇ છે. અમે ખેડૂતોની રજૂઆત નિગમને જાણ કરી છે. સાથે જ ગ્રાહકને ગ્રાહક સુરક્ષામાં જવાનું પણ કહ્યું છે. હાલ તો સાંઢણીધાર ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને શું કરવું એ રસ્તો મળતો નથી. ખેડૂતોની વ્યથા સાંભળવામાં કોઈ નિગમના અધિકારીઓને રસ નથી જ્યારે અન્ય ગામોમાં પણ એગ્રોમાંથી લીધેલા બિયારણની ફરિયાદો પણ ઊઠી રહી છે. ત્યારે આ બાબતે તંત્ર જાગે તે જરૂરી છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે.