એક સપ્તાહમાં સો કેસ વધ્યા , અમદાવાદમાં ડેન્ગ્યૂના ૪૯૪, ચિકનગુનિયાના ૫૧ કેસ નોંધાયા

        અમદાવાદ,સોમવાર,30 સપ્ટેમ્બર,2024અમદાવાદમાં એક સપ્તાહના સમયમાં ડેન્ગ્યૂના સો કેસનો વધારો નોંધાયો છે.સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ડેન્ગ્યૂના ૪૯૪ તથા ચિકનગુનિયાના ૫૧ કેસ નોંધાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને આપવામા આવતા પાણીના સેમ્પલ તપાસાતા ૪૦૩ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના ૧૧૩ સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા. સતત વાદળ છાયા વાતાવરણ અને કયારેક હળવા વરસાદને લઈ શહેરના વિવિધ વિસ્તારમાં શરદી,ખાંસી ઉપરાંત વાઈરલ ફીવર સહિતના રોગના કેસમાં વધારો જોવા મળી રહયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો ઉપરાંત ખાનગી પ્રેકટીસનરોને ત્યાં પણ મેલેરિયા,ડેન્ગ્યૂ,ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક સપ્તાહમાં ડેન્ગ્યૂના સો કેસ વધવાની સાથે મેલેરિયાના ૧૦૨ કેસ નોંધાયા છે.ઝેરી મેલેરિયાના ૮ કેસ નોંધાયા હતા.ચિકનગુનિયાના ૫૮ કેસ નોંધાયા હતા.પાણીજન્ય રોગના કેસમાં  ટાઈફોઈડના ૫૨૧ કેસ સપ્ટેમ્બર અંત સુધીમાં નોંધાયા હતા.કમળાના ૪૪૫ કેસ જયારે ઝાડા ઉલટીના ૪૧૮ અને કોલેરાના ત્રણ કેસ નોંધાયા હતા.

એક સપ્તાહમાં સો કેસ વધ્યા , અમદાવાદમાં ડેન્ગ્યૂના ૪૯૪, ચિકનગુનિયાના ૫૧ કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,સોમવાર,30 સપ્ટેમ્બર,2024

અમદાવાદમાં એક સપ્તાહના સમયમાં ડેન્ગ્યૂના સો કેસનો વધારો નોંધાયો છે.સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ડેન્ગ્યૂના ૪૯૪ તથા ચિકનગુનિયાના ૫૧ કેસ નોંધાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને આપવામા આવતા પાણીના સેમ્પલ તપાસાતા ૪૦૩ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના ૧૧૩ સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.

સતત વાદળ છાયા વાતાવરણ અને કયારેક હળવા વરસાદને લઈ શહેરના વિવિધ વિસ્તારમાં શરદી,ખાંસી ઉપરાંત વાઈરલ ફીવર સહિતના રોગના કેસમાં વધારો જોવા મળી રહયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો ઉપરાંત ખાનગી પ્રેકટીસનરોને ત્યાં પણ મેલેરિયા,ડેન્ગ્યૂ,ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક સપ્તાહમાં ડેન્ગ્યૂના સો કેસ વધવાની સાથે મેલેરિયાના ૧૦૨ કેસ નોંધાયા છે.ઝેરી મેલેરિયાના ૮ કેસ નોંધાયા હતા.ચિકનગુનિયાના ૫૮ કેસ નોંધાયા હતા.પાણીજન્ય રોગના કેસમાં  ટાઈફોઈડના ૫૨૧ કેસ સપ્ટેમ્બર અંત સુધીમાં નોંધાયા હતા.કમળાના ૪૪૫ કેસ જયારે ઝાડા ઉલટીના ૪૧૮ અને કોલેરાના ત્રણ કેસ નોંધાયા હતા.