અમદાવાદ એરપોર્ટને વર્લ્ડ કપ ફળ્યો, 40 હજારથી વધુ મુસાફરોને સેવા આપી રેકોર્ડ સર્જ્યો

Ahmedabad Airport sets new record : વર્લ્ડ કપની ફાઈનલ મેચના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટએ નવો રેકોર્ડ સર્જ્યો છે. એરપોર્ટે ICCWorldCupFinal મેચમાં અત્યાર સુધીની સૌથી વધુ 359 ફ્લાઈટ્સ સાથે એક જ દિવસમાં 40,801 મુસાફરોને હેન્ડલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. એરપોર્ટે સફળ કામગીરી દ્વારા 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 નોન-શિડ્યુલ્ડ એવી કુલ 359 એર ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નો રેકોર્ડ સર્જ્યો છે. 40,801 મુસાફરોમાં 33642 સ્થાનિક અને 7159 આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે.  23 કલાકમાં આ માઇલસ્ટોન પૂર્ણ કર્યું વર્લ્ડ કપમાં એર શોના આયોજનને કારણે 45 મિનિટથી વધુ એરસ્પેસ બંધ રાખવામાં આવ્યા બાદ 23 કલાકમાં આ માઇલસ્ટોન પૂર્ણ કરેલ છે. સર્વાધિક મુસાફરોની અવરજવર સાથે, અમદાવાદ એરપોર્ટે બે VVIP મહેમાનોના સ્વાગત સાથે તેમનું સંકલન સુનિશ્ચિત કર્યું. SVPI એરપોર્ટના સુવિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અવિરત સુધારાઓનું પરિણામ છે.  AAI, CISF, ઇમિગ્રેશન, કસ્ટમ્સ, એરલાઇન પાર્ટનર્સ અને SVPIA ટીમ સહિત એરપોર્ટ સ્ટાફના મહેનતને કારણે આ શક્ય બન્યું છે.વર્લ્ડકપ બાદ વતન પરત ફરવું ક્રિકેટ રસિયાઓને પડ્યું મોંઘુ, અમદાવાદથી રિટર્ન ફ્લાઈટની ટિકિટમાં 10 ગણો વધારોવર્લ્ડ કપની ફાઈનલ પૂરી થયા બાદ હવે પરત ફરનારાઓએ પણ મોંઘી ફ્લાઈટ ટિકિટ ખરીદવી પડશે. અમદાવાદથી અલગ-અલગ શહેરોની ઓનલાઈન ટિકિટ ચેક કર્યા બાદ દરેક જગ્યાએ ભાવ ખૂબ જ ઊંચા હોવાનું જાણવા મળ્યું છે. 20 નવેમ્બરની અમદાવાદથી દિલ્હીની ટિકિટની કિંમત લગભગ 24 થી 40 હજાર રૂપિયા છે. તેવી જ રીતે અમદાવાદથી મુંબઈની એર ટિકિટની કિંમત 25 થી 36 હજાર રૂપિયા છે. કોલકાતાની એર ટિકિટ 38 થી 49 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એરલાઇન્સ બેંગલુરુ માટે 31 થી 51 હજાર રૂપિયા અને હૈદરાબાદ માટે 30 થી 43 હજાર રૂપિયા માંગી રહી છે.

અમદાવાદ એરપોર્ટને વર્લ્ડ કપ ફળ્યો, 40 હજારથી વધુ મુસાફરોને સેવા આપી રેકોર્ડ સર્જ્યો


Ahmedabad Airport sets new record : વર્લ્ડ કપની ફાઈનલ મેચના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટએ નવો રેકોર્ડ સર્જ્યો છે. એરપોર્ટે ICCWorldCupFinal મેચમાં અત્યાર સુધીની સૌથી વધુ 359 ફ્લાઈટ્સ સાથે એક જ દિવસમાં 40,801 મુસાફરોને હેન્ડલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. એરપોર્ટે સફળ કામગીરી દ્વારા 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 નોન-શિડ્યુલ્ડ એવી કુલ 359 એર ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નો રેકોર્ડ સર્જ્યો છે. 40,801 મુસાફરોમાં 33642 સ્થાનિક અને 7159 આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે. 

23 કલાકમાં આ માઇલસ્ટોન પૂર્ણ કર્યું 

વર્લ્ડ કપમાં એર શોના આયોજનને કારણે 45 મિનિટથી વધુ એરસ્પેસ બંધ રાખવામાં આવ્યા બાદ 23 કલાકમાં આ માઇલસ્ટોન પૂર્ણ કરેલ છે. સર્વાધિક મુસાફરોની અવરજવર સાથે, અમદાવાદ એરપોર્ટે બે VVIP મહેમાનોના સ્વાગત સાથે તેમનું સંકલન સુનિશ્ચિત કર્યું. SVPI એરપોર્ટના સુવિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અવિરત સુધારાઓનું પરિણામ છે.  AAI, CISF, ઇમિગ્રેશન, કસ્ટમ્સ, એરલાઇન પાર્ટનર્સ અને SVPIA ટીમ સહિત એરપોર્ટ સ્ટાફના મહેનતને કારણે આ શક્ય બન્યું છે.

વર્લ્ડકપ બાદ વતન પરત ફરવું ક્રિકેટ રસિયાઓને પડ્યું મોંઘુ, અમદાવાદથી રિટર્ન ફ્લાઈટની ટિકિટમાં 10 ગણો વધારો

વર્લ્ડ કપની ફાઈનલ પૂરી થયા બાદ હવે પરત ફરનારાઓએ પણ મોંઘી ફ્લાઈટ ટિકિટ ખરીદવી પડશે. અમદાવાદથી અલગ-અલગ શહેરોની ઓનલાઈન ટિકિટ ચેક કર્યા બાદ દરેક જગ્યાએ ભાવ ખૂબ જ ઊંચા હોવાનું જાણવા મળ્યું છે. 20 નવેમ્બરની અમદાવાદથી દિલ્હીની ટિકિટની કિંમત લગભગ 24 થી 40 હજાર રૂપિયા છે. તેવી જ રીતે અમદાવાદથી મુંબઈની એર ટિકિટની કિંમત 25 થી 36 હજાર રૂપિયા છે. કોલકાતાની એર ટિકિટ 38 થી 49 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એરલાઇન્સ બેંગલુરુ માટે 31 થી 51 હજાર રૂપિયા અને હૈદરાબાદ માટે 30 થી 43 હજાર રૂપિયા માંગી રહી છે.