અમદાવાદીઓ ઋતુગત બીમારીના ભરડામાં, સિવિલમાં રોજના 2 હજારથી વધુ OPD

સોલા સિવિલમાં રોજની OPD 2,536 શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસ વાયરલ ઇન્ફેક્શનના 8 દર્દીને દાખલ કરવાની ફરજ રાજ્યમાં હળવો હળવો ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યાં દિવાળીથી લઇ અત્યારે પણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ઋતુગત બીમારીના ભરડામાં મોટી સંખ્યામાં દર્દીઓ ભરખાઈ રહ્યા છે. જેની સાથે જ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા થોડાં સમયથી વાયરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સોલા સિવિલમાં રોજની ઓપીડી 2,536 દર્દીઓ નોંધાયા છે. સોલા સિવિલમાં શરદી ખાંસી તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા છે. મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. આ ઉપરાંત જો સોલા સિવિલની જ વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના 7 કેસ ,કામળાના 15 કેસ નોંધાયા છે. વાયરલ ઇન્ફેક્શનના 8 દર્દીને એડમિટ કરવાની ફરજ પડી છે. છેલ્લા પાંચ દિવસમાં જ પાણીજન્ય રોગના 150 કેસ નોંધાયા છે જ્યારે ટાઈફોઈડના 62, ઝાડા ઉલ્ટીના 61, કમળાના 27 કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં સવાર-સાંજ વાતાવરણ ઠંડુ હોય છે જ્યારે બપોરે ગરમી હોવાથી બેવડી ઋતુના કારણે રોગચાળો બેકાબુ થયો છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ શરદી-ખાંસીના 2 હજાર જેટલા કેસ નોંધાયા છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે.

અમદાવાદીઓ ઋતુગત બીમારીના ભરડામાં, સિવિલમાં રોજના 2 હજારથી વધુ OPD
  • સોલા સિવિલમાં રોજની OPD 2,536
  • શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસ
  • વાયરલ ઇન્ફેક્શનના 8 દર્દીને દાખલ કરવાની ફરજ
રાજ્યમાં હળવો હળવો ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યાં દિવાળીથી લઇ અત્યારે પણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ઋતુગત બીમારીના ભરડામાં મોટી સંખ્યામાં દર્દીઓ ભરખાઈ રહ્યા છે. જેની સાથે જ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

અમદાવાદમાં છેલ્લા થોડાં સમયથી વાયરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સોલા સિવિલમાં રોજની ઓપીડી 2,536 દર્દીઓ નોંધાયા છે. સોલા સિવિલમાં શરદી ખાંસી તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા છે. મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો.

આ ઉપરાંત જો સોલા સિવિલની જ વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના 7 કેસ ,કામળાના 15 કેસ નોંધાયા છે. વાયરલ ઇન્ફેક્શનના 8 દર્દીને એડમિટ કરવાની ફરજ પડી છે. છેલ્લા પાંચ દિવસમાં જ પાણીજન્ય રોગના 150 કેસ નોંધાયા છે જ્યારે ટાઈફોઈડના 62, ઝાડા ઉલ્ટીના 61, કમળાના 27 કેસ નોંધવામાં આવ્યા છે.

શહેરમાં સવાર-સાંજ વાતાવરણ ઠંડુ હોય છે જ્યારે બપોરે ગરમી હોવાથી બેવડી ઋતુના કારણે રોગચાળો બેકાબુ થયો છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ શરદી-ખાંસીના 2 હજાર જેટલા કેસ નોંધાયા છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે.