અપીલ ફાઇલ કરવામાં સરકારની ઉદાસીનતા સામે HCની આલોચના

શ્રેયસ સ્કૂલના ફી માળખાને HCની મંજૂરી સામે અપીલમાં વિલંબનો મુદ્દોલેટર્સ પેટન્ટ અપીલ 2022ના બદલે 2023માં ફાઈલ કરતાં ટીકા વિલંબિત અપીલ દાખલ કરાશે તો અદાલત તમને દંડ ફ્ટકારતાં ખચકાશે નહી શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલનું ફી માળખુ મંજૂર રાખતાં સીંગલ જજના હુકમ સામે ફી રિવીઝન કમીટી દ્વારા કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલ ઘણા વિલંબથી દાખલ કરવાના મુદ્દે હાઇકોર્ટની ખંડપીઠે કમીટીના વિલંબિત વલણની ગંભીર નારાજગી સાથે આલોચના કરી હતી. હાઇકોર્ટે અપીલ ફાઈલ કરવા માટેની જે કોઇ પોલિસી હોય તે રજૂ કરવા કમીટીને નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. આ કેસની વિગત એવી છે કે, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલની 2020-2021ની ફી નું માળખુ ફી નિર્ધારણ સમિતિ દ્વારા એ વખતે નક્કી કરવામાં આવ્યું હતું, જેનાથી નારાજ થઇ શ્રેયસ સ્કૂલ દ્વારા હાઇકોર્ટમાં રિટ અરજી કરવામાં આવી હતી, જેમાં તેની તરફેણમાં હુકમ થયો હતો. સીંગલ જજના આ હુકમ સામે ફી રિવિઝન કમિટીને હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ 2022માં ફાઈલ કરવાની હતી પરંતુ કમીટી દ્વારા છેક 2023માં અપીલ દાખલ કરવામાં આવતાં હાઇકોર્ટે કમીટીના આ પ્રકારના વિલંબિત વલણ દાખવવાના કમિટીના નિર્ણયની ટીકા કરી હતી. હાઇકોર્ટે કમીટીને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, તમારે 2022માં અપીલ કરવાની હતી અને તમે છેક હજુ હવે 2023માં અપીલ દાખલ કરો છો...? શું ખરેખર તમે અપીલ ફાઈલ કરવા માંગતા હતા કે ખાલી કરવા ખાતર દાખલ કરી છે..? અપીલ ફાઈલ કરવાનું કામ તમારા અધિકારીઓની મૂનસૂફી પ્રમાણે નહી ચાલે. તમારા દ્વારા જ જો આ પ્રકારે વિલંબિત અપીલ દાખલ કરાશે તો અદાલત તમને દંડ ફ્ટકારતાં ખચકાશે નહી. વધુમાં, હાઇકોર્ટે કમીટીને એવો પણ નિર્દેશ કર્યો હતો કે, આવા કેસોમાં અપીલ ફાઈલ કરવાની સરકારની જે કોઇ નીતિ કે પોલિસી હોય તે આગામી મુદતે રજૂ કરો. હાઇકોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે, વાસ્તવમાં ફી રિવિઝન કમિટીએ અપીલ દાખલ કરવાની હતી પરંતુ શિક્ષણ વિભાગે અપીલ દાખલ કરવામાં આવતાં હાઇકોર્ટે આ બાબતની પણ ગંભીર નોંધ લીધી હતી. દરમ્યાન હાઇકોર્ટે અપીલ ફાઈલ કરવાની જે કોઇ પોલિસી હોય તે રજૂ કરવા ફી રિવિઝન કમિટીને નિર્દેશ કર્યો હતો અને અત્યારસુધીમાં કમીટી દ્વારા જે સ્ટેજ વાઇઝ નિર્ણય લેવાયાતેના દસ્તાવેજો રજૂ કરવા પણ તાકીદ કરી હતી.

અપીલ ફાઇલ કરવામાં સરકારની ઉદાસીનતા સામે HCની આલોચના
  • શ્રેયસ સ્કૂલના ફી માળખાને HCની મંજૂરી સામે અપીલમાં વિલંબનો મુદ્દો
  • લેટર્સ પેટન્ટ અપીલ 2022ના બદલે 2023માં ફાઈલ કરતાં ટીકા
  • વિલંબિત અપીલ દાખલ કરાશે તો અદાલત તમને દંડ ફ્ટકારતાં ખચકાશે નહી

શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલનું ફી માળખુ મંજૂર રાખતાં સીંગલ જજના હુકમ સામે ફી રિવીઝન કમીટી દ્વારા કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલ ઘણા વિલંબથી દાખલ કરવાના મુદ્દે હાઇકોર્ટની ખંડપીઠે કમીટીના વિલંબિત વલણની ગંભીર નારાજગી સાથે આલોચના કરી હતી. હાઇકોર્ટે અપીલ ફાઈલ કરવા માટેની જે કોઇ પોલિસી હોય તે રજૂ કરવા કમીટીને નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.

આ કેસની વિગત એવી છે કે, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલની 2020-2021ની ફી નું માળખુ ફી નિર્ધારણ સમિતિ દ્વારા એ વખતે નક્કી કરવામાં આવ્યું હતું, જેનાથી નારાજ થઇ શ્રેયસ સ્કૂલ દ્વારા હાઇકોર્ટમાં રિટ અરજી કરવામાં આવી હતી, જેમાં તેની તરફેણમાં હુકમ થયો હતો. સીંગલ જજના આ હુકમ સામે ફી રિવિઝન કમિટીને હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ 2022માં ફાઈલ કરવાની હતી પરંતુ કમીટી દ્વારા છેક 2023માં અપીલ દાખલ કરવામાં આવતાં હાઇકોર્ટે કમીટીના આ પ્રકારના વિલંબિત વલણ દાખવવાના કમિટીના નિર્ણયની ટીકા કરી હતી. હાઇકોર્ટે કમીટીને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, તમારે 2022માં અપીલ કરવાની હતી અને તમે છેક હજુ હવે 2023માં અપીલ દાખલ કરો છો...? શું ખરેખર તમે અપીલ ફાઈલ કરવા માંગતા હતા કે ખાલી કરવા ખાતર દાખલ કરી છે..? અપીલ ફાઈલ કરવાનું કામ તમારા અધિકારીઓની મૂનસૂફી પ્રમાણે નહી ચાલે. તમારા દ્વારા જ જો આ પ્રકારે વિલંબિત અપીલ દાખલ કરાશે તો અદાલત તમને દંડ ફ્ટકારતાં ખચકાશે નહી. વધુમાં, હાઇકોર્ટે કમીટીને એવો પણ નિર્દેશ કર્યો હતો કે, આવા કેસોમાં અપીલ ફાઈલ કરવાની સરકારની જે કોઇ નીતિ કે પોલિસી હોય તે આગામી મુદતે રજૂ કરો. હાઇકોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે, વાસ્તવમાં ફી રિવિઝન કમિટીએ અપીલ દાખલ કરવાની હતી પરંતુ શિક્ષણ વિભાગે અપીલ દાખલ કરવામાં આવતાં હાઇકોર્ટે આ બાબતની પણ ગંભીર નોંધ લીધી હતી. દરમ્યાન હાઇકોર્ટે અપીલ ફાઈલ કરવાની જે કોઇ પોલિસી હોય તે રજૂ કરવા ફી રિવિઝન કમિટીને નિર્દેશ કર્યો હતો અને અત્યારસુધીમાં કમીટી દ્વારા જે સ્ટેજ વાઇઝ નિર્ણય લેવાયાતેના દસ્તાવેજો રજૂ કરવા પણ તાકીદ કરી હતી.