અંકલેશ્વર: હાંસોટના આલિયાબેટમાં પુરે મચાવી તબાહી, ઘરોમાં ઘૂસ્યાં પાણી

નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે તારાજી સર્જાયઆલિયાબેટ ગામના 135 ઘરોમાં પણ પાણી ધૂસ્યાભરૂચ અંકલેશ્વરના આખે આખા રોડ રસ્તા ધોવાયાહવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સુરત, વડોદરા, ભરૂચ, નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા હતા. નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે તારાજી સર્જાય રહી છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો આ બાજુ હાંસોટ પાસે આવેલ આલિયાબેટ ગામના 135 ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે.આલિયાબેટ ગામના 135 ઘરોમાં પણ પાણી ધૂસ્યાનર્મદા નદીમાં આવેલ પૂરને પગલે તારાજી સર્જાય રહી છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાઈ-વે પરના આખે આકાખા રોડ રસ્તા ધોવાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હાંસોટ પાસે આવેલ આલિયાબેટ ગામના 135 ઘરમાં પૂરનું પાણી ઘૂસ્યા છે. લોકોની ઘરવખરી તેમજ અનેક ચીજ-વસ્તુઓ પાણીમાં તણાઇ ગઇ છે. અનેક જગ્યા પર ઝૂપડા પાણીના તીવ્ર પ્રવાહમાં વહી ગયા છે. આલિયાબેટ ગામમાં જનજીવન ખોરવાયું છે. અનાજ અને અન્ય સામાન સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ઢોર ચારણ પર નિર્ભર ગામમાં ઢોર ઢાખર પણ પાણીના પૂરમાં તણાયા છે.ભરૂચ અંકલેશ્વરના રોડ-રસ્તા ધોવાયાઆ વચ્ચે ભરૂચ અંકલેશ્વરના આખે આખા રોડ રસ્તા ધોવાયા છે. જાણે ભૂકંપ આવ્યો હોય એ રીતે રોડ રસ્તા ઉખડ્યા છે. નોંધ કરવા જેવી બાબત એ છેકે એક કિલોમીટર સુધીના રોડ રસ્તા ઉખડી ગયા છે. જેના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે. જ્યારે અધિકારીઓ સાથે આ અંગે વાત કરવામાં આવી ત્યારે જણાવ્યું કે, રસ્તા નદીના પાણીના પ્રવાહના કારણે ઉખડી ગયા છે. જેના રિપેર કરવા માટે તંત્ર તૈયારીઓ શરૂ કરી છે.આ તરફ ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં 180 રોડ બંધ કરવામાં આવ્યા છે. જેમાં 2 નેશનલ હાઈવે તથા 15 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 144 પંચાયત હસ્તકના રોડ બંધ થયા છે. ત્યારે રાજ્યમાં અન્ય 19 માર્ગો બંધ થયા છે. ભરૂચમાં ભારે વરસાદના લીધે મુંબઈ-અમદાવાદ રેલ સેવાને અસર થઈ છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા રેલ સેવા બંધ કરાઈ છે. ગોલ્ડન બ્રિજ, નર્મદામૈયા બ્રિજ બાદ સિલ્વર બ્રિજ પણ બંધ કરાયો છે. સુરતથી વડોદરા તરફ જતી તમામ ટ્રેન રદ કરાઈ છે. ગુજરાતના 190થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર: હાંસોટના આલિયાબેટમાં પુરે મચાવી તબાહી, ઘરોમાં ઘૂસ્યાં પાણી
  • નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે તારાજી સર્જાય
  • આલિયાબેટ ગામના 135 ઘરોમાં પણ પાણી ધૂસ્યા
  • ભરૂચ અંકલેશ્વરના આખે આખા રોડ રસ્તા ધોવાયા

હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સુરત, વડોદરા, ભરૂચ, નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા હતા. નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે તારાજી સર્જાય રહી છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો આ બાજુ હાંસોટ પાસે આવેલ આલિયાબેટ ગામના 135 ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે.


આલિયાબેટ ગામના 135 ઘરોમાં પણ પાણી ધૂસ્યા

નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે તારાજી સર્જાય રહી છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાઈ-વે પરના આખે આકાખા રોડ રસ્તા ધોવાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હાંસોટ પાસે આવેલ આલિયાબેટ ગામના 135 ઘરમાં પૂરનું પાણી ઘૂસ્યા છે. લોકોની ઘરવખરી તેમજ અનેક ચીજ-વસ્તુઓ પાણીમાં તણાઇ ગઇ છે. અનેક જગ્યા પર ઝૂપડા પાણીના તીવ્ર પ્રવાહમાં વહી ગયા છે. આલિયાબેટ ગામમાં જનજીવન ખોરવાયું છે. અનાજ અને અન્ય સામાન સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ઢોર ચારણ પર નિર્ભર ગામમાં ઢોર ઢાખર પણ પાણીના પૂરમાં તણાયા છે.

ભરૂચ અંકલેશ્વરના રોડ-રસ્તા ધોવાયા

આ વચ્ચે ભરૂચ અંકલેશ્વરના આખે આખા રોડ રસ્તા ધોવાયા છે. જાણે ભૂકંપ આવ્યો હોય એ રીતે રોડ રસ્તા ઉખડ્યા છે. નોંધ કરવા જેવી બાબત એ છેકે એક કિલોમીટર સુધીના રોડ રસ્તા ઉખડી ગયા છે. જેના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે. જ્યારે અધિકારીઓ સાથે આ અંગે વાત કરવામાં આવી ત્યારે જણાવ્યું કે, રસ્તા નદીના પાણીના પ્રવાહના કારણે ઉખડી ગયા છે. જેના રિપેર કરવા માટે તંત્ર તૈયારીઓ શરૂ કરી છે.આ તરફ ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં 180 રોડ બંધ કરવામાં આવ્યા છે. જેમાં 2 નેશનલ હાઈવે તથા 15 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 144 પંચાયત હસ્તકના રોડ બંધ થયા છે. ત્યારે રાજ્યમાં અન્ય 19 માર્ગો બંધ થયા છે.

ભરૂચમાં ભારે વરસાદના લીધે મુંબઈ-અમદાવાદ રેલ સેવાને અસર થઈ છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા રેલ સેવા બંધ કરાઈ છે. ગોલ્ડન બ્રિજ, નર્મદામૈયા બ્રિજ બાદ સિલ્વર બ્રિજ પણ બંધ કરાયો છે. સુરતથી વડોદરા તરફ જતી તમામ ટ્રેન રદ કરાઈ છે. ગુજરાતના 190થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.