Today


Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Surat News : SuratTimes.com

સુરતમાં 14 વર્ષની સગીરાને રિક્ષામાંથી બહાર ફેંકાઈ, કપડાં ફાટેલી હાલતમાં

સુરતમાં બુધવારના રોજ આજે 14 વર્ષની સગીરા ફાટેલા કપડામાં મળી આવી હતી. આ જોતા ત્યાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતાં. તેમણે ખટોદરા પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે આ સગીરાની પૂછપરછ કરી હતી જેમાં તેની વાતોમાં અનેક વિરોધાભાસ જોવા મળ્યાં હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે કિશોરી મહાદેવનગર વિશ્વકર્મા મંદિરની પાછળથી મળી આવી હતી. સગીરાના કપડાં એકદમ ગંદા અને ફાટેલી હાલતમાં હતાં. શ્રમજીવી પરિવારની કિશોરી ધોરણ-6માં અભ્યાસ કરે છે. તેના કહેવા પ્રમાણે 11 વાગ્યાને 7 મિનિટે ટ્યુશનથી છૂટી હતી. ત્યારબાદ તેને 11 અને 12 મિનિટે તેના બનેવીને ફોન પર જાણ કરી હતી. આ સમયની વચ્ચે તેણીને ઈન્જેકશન આપી બેભાન કરીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટ પર અનેક સવાલો ઉભા થયા છે કે આટલી જલ્દી બધું કેવી રીતે બની ગયું.

આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં. આ મામલે જરૂર પડશે તો સગીરાની મેડીકલ તપાસ પણ કરાવવામાં આવશે.

સુરતની 9 વર્ષની ધનશ્રીએ સર કર્યું રશિયાનું સૌથી ઉંચું શિખર

સુરતની નવ વર્ષની ધનશ્રી મહેતાએ સૌથી નાની ઉંમરમાં રશિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એલબ્રુસ સર કરી લીધું છે. યુરોપનું 18510 ફૂટ ઊંચું માઉન્ટ એલબ્રુસ શિખર ધનશ્રીએ તેની માતા સારિકા, 13 વર્ષના ભાઇ જનમ અને પપ્પા જીજ્ઞેશભાઇ સાથે સર કર્યું. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી ધનશ્રી 18મી જૂનના રોજ રશિયાનો માઉન્ટ એલબ્રુસ સર કરનારી સૌથી નાની વ્યક્તિ બની ગઇ છે.

ધનશ્રીની માતા બાઇકર્સ ડૉ,સારિકા મહેતાનું કહેવું છે કે એક સમયે ભારે તોફાનના લીધે અમે પાછા જવાનો નિર્ણય લીધો હતો. અમે બાળકો માટે ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ બાળકો મક્કમ હતા. તેમણે કહ્યું કે જ્યારે અમે ત્રણ ચતુર્થાંશ પર્વત તો સર કરી લીધો છે તો હવે ટોચ પણ સર કરી લઇએ.

પોતાની નવ વર્ષની દીકરીને યુરોપનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એલબ્રુસ સર કરીને પાછી આવતા જોઇને માતા પોતાના ખુશીના આંસુ રોકી શકતી નથી. માતાએ દીકરીને બાથમાં લઇને કહ્યું કે તેં કરી બતાવ્યું, તું બહું બહાદુર છોકરી છે. નીચે દર્શાવેલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે મા-દીકરી હરખના આંસુ રોકી શકતા નથી.

ધનશ્રીના પરિવારના ચારેય લોકો માટે છેલ્લો દિવસ ખૂબ જ અઘરો હતો કારણ કે તેને ટોચ પર પહોંચતા 11 કલાક લાગ્યા અને દરેકે 10થી 12 કિલો વજન ઊંચકવું પડતું હતું. ધનશ્રી અને જનમનો ઉત્સાહ વધારવામાં બીજા પવર્તારોહણોએ પણ મદદ કરી. આખા વિશ્વમાંથી અહીં હાઇકિંગ માટે આવતા લોકોએ આ બંને નાના બાળકોને જોઇને ખૂબ જ નવાઇ પામી ગયા હતા.

ધનશ્રીનું કહેવું છે કે મારી માતા એ કયારેય માઉન્ટ એવરેસ્ટ સર કર્યો નથી, હું ત્યાં જવા માંગું છું. અમે એક વાર ફરીથી પરિવાર સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવા જઇશું.

બારડોલીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો ફોટો અપલોડ કરતાં મામલો ગરમાયો

ગયા રવિવારે ભારત પાકીસ્તાન વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડ પર રમાયેલી ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ મેચની ફાઈનલમાં પાકીસ્તાન સામે ભારતી હાર થતાં સોસિયલ મિડીયા પર અને ફેસબુક પર જાત જાતની કોમેન્ટો વહેતી થઈ હતી. તે વચ્ચે બારડોલીના મુસ્લિમ યુવક નાઝીમ પઠાણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભારતના રાષ્ટ્ર ધ્વજનો ફોટો અપલોડ કરતા મમલો ગરમાયો હતો. પોલીસે આ મુસ્લિમ યુવકની હરકતો બાબતે ઝીણવટ ભરી તપાસ કરી તેના વિરૃધ્ધ કોઈએ ફરીયાદ નહીં કરતા માત્ર અટકાયતી પગલા ભરીને છોડી દેવાની હકીકત બહાર આવી છે.

બારડોલી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ગત રવિવારે ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી ભારત અને પાકીસ્તાન વચ્ચેની ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચમાં પાકીસ્તાન સામે ભારતના પરાજય બાદ બારડોલીના આશિયાના નગર વિસ્તારમાં રહેતા ૧૯ ર્વિષય ગેરેજ મેકેનિક તરીકે કામ કરતા નાઝીમ પઠાણે પોતાની માનસિકતા છતી કરવા માટે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો ફોટો અપલોડ કરી દીધો હતો. નાઝીમ પઠાણે અપલોડ કરેલો આ ફોટો અન્ય લોકોના એકાઉન્ટમાં પણ વાયરલ થતાં આ મુસ્લિમ યુવક જાણીતો હોવાની શોધખોળ અને ચર્ચાઓ સાથે આ યુવક બારડોલીનો જ હોવાની વાત ફેલાતા મામલો ગરમાયો હતો.

કોઈક ઈસમ દ્વારા બારડોલી પોલીસને નાઝીમ પઠાણ અંગેની માહીતી અપાતા પોલીસ બારડોલીના આશિયાના નગરમાં તેના ઘરે પહોંચી ગઈ હતી અને તેને ઉઠાવી લાવી હતી. અનેક પુછપરછ હાથ ધરવા ઉપરાંત આ યુવક આઈ.એસ.આઈ.સહીત ઈન્ડીયન મુસાહીદ્દીન, સીમી કે અન્ય કોઈ દેશદ્રોહી કૃત્ય કરતી એજેન્સીઓ કે સંગઠનો સાથે કે દેશદ્રોહી પ્રવૃત્તિ કરતા લોકો સાથે સંકળાયેલો છે કે કેમ તેની ઝીણવટ ભરી તપાસ પી.આઈ.પંચાલે હાથ ધરી હતી. પરંતુ તપાસમાં બીજી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નાઝીમ પઠાણ મામલે જણાઈ ન હતી. આ ગંભીર ઘટના બાબતે બારડોલી પોલીસ મથકે એકપણ દેશપ્રેમી નાગરીક નાઝીમ પઠાણ વિરૃધ્ધ ફરીયાદ કરવા નહીં આવતા પોલીસે આ યુવક વિરૃધ્ધ માત્ર અટકાયતી પગલા ભરી તેને છોડી મુક્યો હતો.

લોન અપાવવાના બહાને ચિટર રાકેશ પંચાલનું વધુ એક ભોપાળું

ક્રિષ્ણા ફીનકોસેપ્ટ ર્સિવસના ડાયરેક્ટર સામે ગુનો

સુરત તા.૨૦

રિંગરોડ સ્થિત ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીની ક્રિષ્ણા ફીનકોસેપ્ટ ર્સિવસ નામની કંપનીના ડાયરેક્ટર રાકેશ પંચાલે લોન અપાવવાના બહાને લોભામણી લાલચ આપી લોનના બહાને કમિશન પેટેના રૃા.૧.૭૪ લાખ ચાર વ્યક્તિ પાસે પડાવી લેતા સલાબતપુરા પોલીસે ચીટિંગનો ગુનો નોંધી તપાસ આદરી છે.

ગોડાદરાના કેસર ભવાની નગરમાં રહેતા ભીમભાઇ શાહ  રિક્ષાચાલક છે. સલાબતપુરા પોલીસ મથકે તેમણે રાકેશ પંચાલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાકેશ પંચાલેલોન અપાવવાની લાલચ આપી અનેક લોકોને છેતર્યા છે. લોન મંજૂર કરાવી આપવાની લોભામણી સ્કીમ આપ્યા બાદ ડોક્યુમેન્ટ્સ કબ્જે લઇ લોનની રકમ પર કમિશન પેટે રકમ પહેલાં પડાવી લીધી હતી. લોન મંજૂર થાય તે પહેલાં કમિશનની રકમ ગજવે ઘાલ્યા બાદ લોનના નામે ઠેંગો બતાવતા હતા. રાકેશ પંચાલે રિક્ષાચાલકની ૧૦ લાખની લોન મંજૂર કરાવવાના નામે ૬૦ હજાર કમિશન પેટે, ગીતાદેવી પાસેથી ૧૦ લાખની લોન મંજૂર કરાવવાના નામે ૪૬ હજાર, ચાંદો મહંતોની ૧૦ લાખન લોન મંજૂર કરાવવાના નામે ૩૮,૫૦૦ તથા ધાલચંદની ૮ લાખની લોન મંજૂર કરાવવાના નામે ૩૦ હજાર એમ કુલ્લે ચાર વ્યક્તિ પાસેથી ૧,૭૪,૫૦૦ કમિશન પેટે પડાવી લીધા બાદ લોન મંજૂર નહિ કરાવી વિશ્વાસઘાત કર્યો હતો.  વધુમાં અગાઉ પણ રાકેશ પંચાલ સામે ચીટિંગના અનેક ગુના નોંધાઇ ચૂક્યા છે. સલાબતપુરા પોલીસે રાકેશ પંચાલ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

કચીગામમાં સસરાએ વહુના વાળ પકડી માથું દીવાલ સાથે અથડાવ્યું

પતિ અને સસરાએ ઢોર માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો

વલસાડ ,ધરમપુર તા.૨૦

વલસાડ તાલુકાના કચીગામની પરિણીતા પાસેથી નાણાની માંગણી નહિ પુરી થતા તેણીના પતિ તથા સસરાએ ઢોર માર મારતા પરિણીતાને ધરમપુરની ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવી છે.

જે અંગે ધરમપુર પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી વધુ તપાસ વલસાડ

રૂરલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

વલસાડના કચીગામના ભેંસણા ફળિયામાં રહેતા જગનભાઈ ઢેડીયાભાઈ પટેલની પુત્રી ચંપાબેનના લગ્ન એજ ફળિયામા રહેતા રાહુલભાઈ ધીરુભાઈ પટેલ સાથે થયા હતા. રાહુલ તથા તેમના પિતા ધીરુભાઈ ફકીરભાઈ પટેલ અવાર નવાર ચંપાબેન પાસે પૈસાની માંગણી કરતા હતા. જો કે, મંગળવારે સવારે ૯.૩૦ કલાકે ચંપાબેન પાસે પૈસાની માંગ કરતા તેણીએ પૈસા ન આપતા પતિ તથા સસરાએ ઝગડો કરી માર મારવાનુ શરૂ કર્યુ હતુ. તેણીને માર મારતી વખતે ઉશ્કેરાયેલા સસરા ધીરુભાઈએ તેણીના વાળ પકડી માથુ દિવાલ સાથે અથડાવતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગેની જાણ ચંપાબેને પિતા જગનભાઈને કરતા તેઓ પુત્રીના સાસરે આવી પુત્રીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવારઅર્થે ધરમપુરની સાંઇનાથ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી.

જે અંગે પરિણીતાના પિતા જગનભાઈએ જમાઇ રાહુલભાઈ પટેલ તથા વેવાઈ ધીરુભાઈ પટેલ વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકોની વિવિધ કલમો હેઠળ ઝીરો નંબરથી ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Valsad-Navsari-Ahwa News : SuratTimes.com

હળવદઃ પરિણીતાનું પાણીના ટાંકામાં ડૂબવાથી મોત, મહિલાનો બનેવી પર આવ્યો હતો છેલ્લો ફોન

હળવદ શહેરના મહાદેવનગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ વાઘરોડિયા (પટેલ)ના યુવાન દીકરા ચૈતન્યના લગ્ન ત્રણ માસ પહેલાં જ જૂના ઘાંટીલા ખાતે રહેતા ઘનશ્યામભાઈ નાડવીની પુત્રી સંતોષ (ઉર્ફે પ્રાંચી) સાથે થયા હતા. હળવદ ખાતે સોમવારે સવારે નવ કલાકના અરસામાં પ્રાંચીએ ઘરના ફળિયામાં આવેલ પાણીના ટાંકામાં પડી જતાં મોત થયા બાદ સાસરિયા પક્ષમાં દોડધામ મચી જવા પામી હતી. આ બાબતે પ્રાંચીના શંકાસ્પદ મોત અંગેની પોલીસ ફરિયાદ તેણીના પિતા ઘનશ્યામભાઈ વીડવીએ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં આક્ષેપ સાથે જણાવેલ કે તેની ૨૨ વર્ષીય લાડકી દીકરી સંતોષ ઉર્ફે પ્રાંચીને તેનો પતિ ચૈતન્ય (ચેતન) સસરા પ્રવીણભાઈ વાઘરોડિયા (પટેલ) તથા સાસુ જોશનાબેન વાઘરોડિયા (પટેલ) ત્રણેય વારંવાર મારી દીકરીને કરિયાવર બાબતે ઝઘડો કરતા હતા અને વારંવાર મેણાટોણા મારી હડધૂત કરતા હતા. રોજબરોજ કરિયાવર લઈ વવા બાબતે માનસિક ત્રાસ આપતા મારી દીકરીએ આ પગલું ભર્યું હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

પાંચમા નંબરની લાડકી દીકરીનું હુલામણું નામ પ્રાંચી
મૃતક પ્રાંચીના પિતા ઘનશ્યામભાઈ વીડવી તથા માતા જયાબેન વીડવીને છ સંતાનો હતા જેમાં પાંચ દીકરીઓ હતી અને પાંચમા નંબરની દીકરી સંતોષ ખૂબ જ લાડકોડથી માવતરે ઉછરી હતી. પાંચમા નંબરની આ દીકરીને તેનો આખો પરિવાર પ્રાંચી કહેતા હતા અને હુલામણા નામે જ પ્રાંચી આખા જૂના ઘાંટીલા ગામે ઓળખાતી હતી જે આજે આ ફાની દુનિયા છોડી ચાલી ગઈ છે.

મૃતક પ્રાંચીનો છેલ્લો ફોન તેના બનેવી ઉપર આવેલો
આ બાબતે પ્રાંચીના માવતરના કુટુંબીજનો પાસેથી મળતી વિગત મુજબ પ્રાંચીએ સોમવારે સવારે ૯ કલાકે પાણીમાં પડી ગયા પહેલાં ૮ કલાકે તેણીના બનેવી હિતેશભાઈ ઉપર ફોન કરેલો જેમાં પણ તેના સાસુ-સસરા અને પતિ કરિયાવર બાબતે વારંવાર ઝઘડો કરતા હોવાનું જણાવેલ હતું અને આ બાબતે હિતેશભાઈએ અડધો કલાકમાં રૃબરૃ આવું છું તેમ જણાવેલ હતું. જ્યારે ઘરે પહોંચ્યા ત્યાં ખેલ ખલાસ થઈ ગયો હતો. જેથી આ મૃત્યુ શંકાસ્પદ હોવાનો સ્પષ્ટ આક્ષેપ મૃતકના પિતા તેણીના પરિવારજનો કરી રહ્યા છે.

મૃત્યુ અંગેના તપાસ માગતા મુદ્દાઓ
* મૃતક પ્રાંચીના હળવદ ખાતે આવેલા સાસરિયાના મકાનમાં ફળિયાના ટાંકામાં પડી જવાથી મોત થયું હતું, પરંતુ ટાંકાનું ઢાંકણું જ દોઢ બાય બે ફૂટનું છે અને ઊંડાઈ પાંચ ફૂટ છે. જ્યારે પ્રાંચીની લંબાઈ પાંચ બાય પાંચની હોવાનું તેણીના પરિવારજનોએ જણાવેલ છે.
* મૃતક પ્રાંચીના બનેવી હિતેશભાઈએ આક્ષેપ સાથે જણાવેલ કે પ્રાંચીને પાણીમાં તરતા આવડતું હતું.
* હિતેશભાઈ તથા મૃતકના પિતા ઘનશ્યામભાઈએ જણાવેલ કે અમારી દીકરી ટાંકામાં પડી ગઈ પણ અમોને ટાંકામાં પામી કેટલું હતું, કેવી રીતે પડી, ક્યારે પડી તેની કોઈ માહિતી આજદિન સુધી આપી નથી.

આ બાબતે યોગ્ય તપાસ ચાલુ છે – તપાસનીશ અધિકારી
હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તપાસનીશ અધિકારી એ. બી. જાડેજાએ જણાવેલ આ અંગે ફરિયાદીની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની અટક ટૂંક સમયમાં કરી નાખવામાં આવશે.

સાવરકુંડલાના ઘોબા નજીક આ સિંહણના મેટિંગ પિરિયડથી સિંહપ્રેમીઓમાં આશ્રર્ય

સાવરકુંડલાના ઘોબા ગામ નજીક રેન્જ વિસ્તારમાં હાલ સિંહોને લગતો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અહી એક સિંહણ છેલ્લા 2 મહિનાથી સતત મેટિંગ પીરીયડમાં અલગ અલગ સિંહો સાથે મેટિંગ મનાવી રહી છે, સામાન્ય રીતે સિંહોનું મેટિંગ 4 થી 5 દિવસનું હોય છે પરંતુ આ વિસ્તારની એક સિંહણ છેલ્લા 2 મહિનાથી સતત મેટિંગમાં હોય જેથી સિંહ પ્રેમીઓમાં અચરજ ફેલાયું છે

મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના ઘોબા પીપરડી અને ફીફાદ ગામની સીમમાં એક સિંહણ એ સિંહ પ્રેમીઓને અચંબામાં મૂકી દીધા છે અહી 15થી વધુ સિંહોનો કાયમી વસવાટ છે જેમાં એક સિંહણ છેલ્લા બે મહિના ઉપર થી સતત મેટિંગ પીરીયડ મનાવી રહી છે સામાન્ય રીતે સિંહોનો મેટિંગ પીરીયડ 4 થી 5 દિવસનો જ હોય છે જે મેટિંગ પૂર્ણ થતા સિંહ સિહણ અલગ થઇ જતા હોય છે. 120 દિવસ બાદ તે સિંહણ નાના નાના સિંહ બાળને જન્મ આપે છે. ત્યારે આ સિંહણ અહી છેલ્લા 2 મહિનાથી સતત અલગ અલગ સિંહો સાથે સતત મેટિંગ કરી રહી છે. સિંહો પાંચ દિવસ પૂર્ણ મેટિંગ કરી જતા રહે છે. બીજા વિસ્તારના સિંહો તરતજ આવી તુરંત જ આ સિંહણ સાથે મેટિંગ ચાલુ કરી દે છે ત્યારે આ આ સિંહણમાં કોઈ જીનેટિક ફેરફાર થયો હોય તેવું ફલિત થાય છે.

lioness in meting 1

પર્યાવરણવિદ અને સિંહોના સંશોધક પરાગ ભાઈ ત્રિવેદીના મતે આ સિંહણ વાંજણી હોય શકે જેને ગુજરાતી માં વરોળ શબ્દ વાપરવામાં આવે છે આ વરોળ સિંહણને બાળકો ન થતા હોવાથી તે સતત મેટિંગ અલગ અલગ સિંહો પાસે કરાવે છે. જે આ સિંહણનો શારીરિક ફેરફાર હોય શકે છે અથવા કોઈ હોર્મોન્સનો ફેરફાર પણ આ સિંહણને હોય શકે છે. જે તપાસનો વિષય પણ વન વિભાગ માટે છે. આ સિંહણ અંગે તપાસ થાય તે પણ જરૂરી છે ત્યારે હાલ લોકોના કુતુહુલ વચ્ચે આ સિંહણ છેલ્લા બે મહિના ઉપરથી સતત મેટિંગ પીરીયડ મનાવી રહી
છે જે ઘોબાના રેન્જ વિસ્તારમાં સતત નજરે ચડે છે.

Lioness in metingLioness in meting lioness inmetingLioness in meting 7

હળવદઃ મારૂતિ વેનમાં ભરેલા ૨૧ ઘેટાં-બકરાંને બચાવાયા કતલખાને લઈ જતાં

હળવદ પંથકમાંથી અબોલ પશુઓની હેરાફેરી થઈ રહી છે અને હળવદ બજરંગદળના કાર્યકરો જીવના જોખમે આ અબોલ જીવોને મોતના મુખમાં જતા અને અબોલ જીવોને બચાવી લેવામાં આવી રહ્યા છે.

હળવદ પંથકના અમરાપર ગામે રવિવારે એક મારુતિ વેનમાં કતલખાને લઈ જવાતા ૨૧ ઘેટાં-બકરાં ભરેલી આ ગાડી અમરાપરથી પસાર થઈ હોવાની ચોક્કસ બાતમી હળવદ બજરંગદળના કાર્યકરોને થતાં બજરંગદળના ભાવેશભાઈ ઠાકર, પાંચાભાઈ ભરવાડ, કાનાભાઈ, રણછોડભાઈ, સુરેશ કોળી સહિતના વીસ કાર્યકરો રાત્રીના ૧૧ વાગ્યે અમરાપરથી હળવદ તરફ આવેલા વેગડવાવ ફાટક પાસે સંતાઈને વોચ રાખેલ તે દરમિયાન ૧૧.૩૦ કલાકે મારુતિ વેન પસાર થતાં તમામ કાર્યકરોએ આ વાહન અટકાવી અંદર તલાશી લેતા મારુતિવાનમાં કતલખાને લઈ જવાતા ૧૭ બકરાં તથા ચાર ઘેટાંને ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવ્યા હતા.

બાદમાં આ મારુતિ વેનને તાત્કાલિક હળવદ પોલીસ સ્ટેશને લઈ જઈને મારુતિવેનમાંબે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં જેમાં કુરેશી મહંમદ ઇકબાલ રહે. વાંકાનેર અને બીપીન કોળી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૨૧ અબોલ જીવોને હળવદ પાજંરાપોલમાં મૂકી આવવામાં આવ્યા હતા.

લખતરઃ રાત્રે ધાબા પર ઉંઘતી શિક્ષીકા સાથે અડપલા કર્યા અને પછી....

લખતર તાલુકાના એક ગામમાં શિક્ષીકા રાત્રે ભર નિંદરમાણી રહી હતી. ત્યારે એજ ગામના શખ્સે ધાબા ઉપર ચઢી મીઠી નિંદર માણી રહેલ શિક્ષીકા સાથે શારિરીક અડપલા કર્યા હતા. અચાનક શિક્ષીકા જાગી જતા શખ્સે છરી બતાવી ધમકી આપી હતી. અને બિભત્સ માંગણી કરતા તેનો પ્રતિકારી કર્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા શખ્સે શિક્ષીકાના હાથે અને ગળાના ભાગે છરીથી ઈજાઓ પહોંચાડી ધમકી આપીને નાસી છૂટયો હતો. આ બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની પ્રાપ્ય વિગતો મુજબ લખતર તાલુકાના એક ગામમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા ૩૭ વર્ષીય શિક્ષીકા મહિલા મકાનના ધાબા ઉપર મીઠી નિંદર માણી રહી હતી. ત્યારે પદુભા ઉર્ફે પ્રધ્યુમનસિંહ રાણા નામનો શખ્સ ધાબા ટપીને મીઠી નિંદર માણી રહેલ શિક્ષીકા પાસે આવીને શારિરીક અડપલા કર્યા હતા. એ દરમિયાન શિક્ષીકા અચાનક જાગી જતા પ્રતિકાર કર્યો હતો. પરંતુ શખ્સે છરી બતાવી બિભત્સ માંગણી કરી હતી.

શિક્ષીકાએ વિરોધ કરીને દેકારો મચાવી દેતા આજુબાજુ માંથી લોકો જાગીને દોડી આવ્યા હતા. પરંતુ તે પૂર્વે શિક્ષીકા સાથે અડપલા કરનાર શખ્સે છરીથી હૂમલો કરી હાથે અને ગળાના ભાગે ઈજાઓ પહોંચાડીને નાસી છૂટયો હતો. બાદમાં શિક્ષીકાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોતાના વતન ઘેર રવાના થઈ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવની પીએસઆઈ એ.ડી.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ઉનાઃ યુવતીને સાસરીયા તેડવા આવે તે પહેલા ભાઈ-બહેનની આત્મહત્યા, કારણ છે ચોંકાવનારૂં

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં મામા ફઈના ભાઈબહેને પ્રેમસંબંધમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી છે. યુવતીને સાસરીયા તેડવા આવે તે પહેલા જ પ્રેમ સંબંધમાં પ્રેમી સાથે જીવ આપી દીધો હતો.

તાલુકાના સૈયદ રાજપરા ગામની સીમમાં શિતળા માતાજીના મંદિરે પીપળાના ઝાડ ઉપર એક યુવક અને યુવતી ડાળીએ ગળાફાંસો ખાઈ લટકતા હતાા. તેની જાણ ગામમાં થતા ચીનુભાઈ નાનુભાઈ ડાભી અને ગામલોકોને થતા તુરત બંનેને ઉના સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બંનેની ઓળખવિધિ થતા તે સૈયદ રાજપરાના અશોક મંગાભાઈ બાંભણીયા (ઉ.રર) અને તેની પિતરાઈ બહેન સૈયદરાજપરાની જસી ચીનુભાઈ ડાભી (ઉ.૧૯) હોવાનું ખૂલ્યું હતું. બંને મામા ફઈના ભાઈ બહેન થાય છે.

જેમાં જસીબેનના લગ્ન થોડા મહીના અગાઉ થયા હતા અને હાલ માવતર હતી. આજે તા.૧૯ ના રોજ તેના સાસરીયા તેડવા આવવાના હતા. અશોક અને જસી પ્રેમસંબંધે બંધાયેલા હોઈ અને સમાજ એક નહી થવા દે તેથી ગઈ કાલે રાત્રીના ઘરેથી બંને નીકળી ગયા હતા અને ઝાડ પર ગળાફાંસો ખાઈ સાથે જીવી તો ન શકયા પણ સાથે મૃત્યુ પામ્યા હતા. આ બનાવથી નાના એવા સૈયદ રાજપરામાં અરેરાટી વ્યાપી છે. હાલ પોલીસે આત્મહત્યાની નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ એન.એમ.વાળાએ હાથ ધરી છે.


Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Ahmedabad News : SuratTimes.com

દિલ્હીથી આવતાં નાઈજિરિયન યુવક પાસેથી મળ્યું 6 કરોડનું ડ્રગ્સ

ડ્રગ્સના જથ્થા સાથે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ કાલુપુર રેલવે સ્ટેશનથી એક નાઇજિરિયન યુવકની મોડી રાતે ધરપકડ કરી છે. એનસીબીએ નાઇજિરિયન યુવક પાસેથી કોકેન અને એમ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. 587 ગ્રામ કોકેઈન અને 700 ગ્રામ એમફેટામાઈન ઝડપાયું છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી નાઇજિરિયન યુવકના થેલામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને ગરીબરથ ટ્રેનમાં આવી રહ્યો હોવાની બાતમી એનસીબીના અધિકારીઓને મળી હતી. બાતમીના આધારે મોડી રાતે કાલુપુર રેલવે સ્ટેશન પર એનસીબીના અધિકારીઓ તેમજ કાલુપુર રેલવે પોલીસ વોચમાં બેઠાં હતા ત્યારે મોડી રાતે પ્લેટફોર્મ નંબર 4 પર આવેલી ગરીબરથ ટ્રેનમાંથી એક નાઇજિરિયન યુવક ઊતર્યો હતો. એનસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો અને તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા શંકાસ્પદ નશીલો પાઉડર મળી આવ્યો હતો.

એનસીબીના અધિકારીઓ નાઇજિરિયનની પૂછપરછ કરતાં તેનું નામ જોન બિલિયન હોવાનું સામે આવ્યું હતું. શંકાસ્પદ નશીલા પાઉડરનું એફએસએલની ટીમે પરીક્ષણ કરતાં કોકેન અને એમ્ફેટામાઇન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું છે કે જોન પાસેથી મળી આવેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ રૂપિયા થાય છે. દર અઠવાડિયે જોન દિલ્હીથી કરોડો રૂપિયાનું કોકેન તેમજ એમ્ફેટામાઇન લઇને અમદાવાદ આવતો હતો અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ટિકિટ કઢાવીને મુંબઇ ડ્રગ્સની ડિલિવરી આપવા માટે જતો હતો. જોન કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગોવાની ટિકિટ લેતો હતો અને મુંબઇ ઊતરી જતો હતો. જોન ક્યાંથી ડ્રગ્સ ખરીદતો હતો, મુંબઇમાં કોને ડ્રગ્સ આપતો હતો તે મામલે તેની આકરી પૂછપરછ શરૂ કરી છે.

દિલ્હીથી મુંબઇ ટ્રેનમાં માત્ર 9 કલાકમાં પહોંચાશે!, અમદાવાદીઓ-વડોદારાવાસીઓને થશે ફાયદો

જી હાં, દિલ્હી-મુંબઇ રેલવે કોરિડોર અંતર્ગત અમદાવાદ અને વડોદરા ક્ષેત્રમાંથી પસાર થતી ટ્રેન માત્ર 9 કલાકમાં મુંબઇથી દિલ્હી પહોંચાડશે. કારણ કે આ કોરિડોર પરથી પસાર થતી ટ્રેનની ગતિ એક કલાકમાં 160 કિલોમીટરનું અંતર કાપતી હશે. આ રેલવે કોરિડોર અંતર્ગત ગતિ વધારવા માટેના પ્રોજેક્ટ માટે નીતિ આયોગે મંજૂરી આપી દીધી છે.

દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડા રેલવે કોરિડોરમાં ટ્રેનોની ગતિ વધારવા માટેના મહત્વકાંક્ષી 18000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને નીતિ આયોગની મંજૂરી મળી ગઇ છે. હવે તેને કેબિનેટની મંજૂરી માટે મૂકાશે. આ મોટો પ્રોજેક્ટ રેલવે ઓપરેટિંગમાં મોટો ફેરફાર લાવશે અને ભારતીય રેલવે નેટવર્કના એ વ્યસ્ત રૂટ પર ટ્રેનોની ઓપરેટિંગ સ્પીડ એક કલાકમાં 160 કિલોમીટરની રહી શકશે.

નવી દિલ્હી-મુંબઇ રેલવે માર્ગ 1483 કિલોમીટર લાંબો છે અને તેમાં વડોદરા-અમદાવાદ ક્ષેત્ર સામેલ છે અને તેના પર 11,189 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નવી દિલ્હી-હાવાડ રેલવે માર્ગ 1525 કિલોમીટર લાંબો છે અને કાનપુર-લખનઉ ખંડ સામેલ છે. તેના પર 6974 રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

ત્રણ મહાનગરોની વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો લાવવાના હેતુસર તૈયાર આ પ્રોજેક્ટની અંતર્ગત 3000 કિલોમીટરના સંપૂર્ણ માર્ગની બંને બાજુ તારની વાડ બાંધવાની સાથે સિગ્નલ સિસ્ટમને અપગ્રેડ કરાશે. તેમજ રેલવે ફાટકોને સમાપ્ત કરાશે તથા ટ્રેન સેફ્ટી વૉર્નિંગ સિસ્ટમ સહિત બીજી કામ થશે. જેથી કરીને ટ્રેન એક કલાકમાં 160 કિલોમીટરની ઝડપે દોડી શકે.

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રેલવેનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 1000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ માટે નીતિ આયોગની મંજૂરી લેવી પડશે. નીતિ આયોગ પાસેથી ગઇકાલે મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવ પર હવે એક્સ્ટેન્ડેડ રેલવે બોર્ડ વિચાર કરશે. એકસટેન્ડેડ રેલવે બોર્ડમાં બોર્ડના સભ્યો સિવાય ખર્ચ વિભાગ, કાર્યક્રમ અમલીકરણ વિભાગ, તથા નીતિ આયોગના વરિષ્ઠ પ્રતિનિધિ સામેલ છે. રેલવે બોર્ડની મંજૂરી બાદ તેને મંત્રીમંડળની મંજૂરી માટે મોકલાશે.

અમદાવાદ ‘તું કેટલા દિવસ બચીને રહીશ,ગમે ત્યારે મારી પાસે આવવું પડશે’

આરપીએફના પીઆઈએ ૩૨ વર્ષીય મહિલા કોન્સ્ટેબલને દ્વિઅર્થી મેસેજ કરવા ઉપરાંત અવાર-નવાર ફોન કરી હેરાન કરતાં મહિલા કોન્સ્ટેબલે પીઆઈ સામે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને રેલવે સુરક્ષા ફોર્સમાં નોકરી કરતી ૩૨ વર્ષીય મહિલાએ તેના ડિવિઝન ઇન્સ્પેકટર વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે, ઇન્સ્પેકટર સુરેશ ચૌધરી ડિવિઝન ઇન્સ્પેકટર છે તેઓ સવાર સાંજ પર્સનલ મોબાઇલ નંબર પરથી દ્વિ-અર્થી મેસેજ કરતા હતા અને મહિલાની જ્યા નોકરી હોય ત્યા ફોન કરી વાતો કરવા કોશિષ કરતા હતા. ઉપરાંત ફોન કરી કોઇના કોઇ બહાને ઘરે બોલાવવાની કોશિષ કરતા હતા.

મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે, પીઆઇનો ઇરાદો મારી ઇચ્છા વિરુધ્ધ મને શારીરિક રીતે પોતાની જાળમાં ફસાવવાનો હતો. દરમિયાનમાં તાજેતરમાં પીઆઇએ મહિલા કોન્સ્ટેબલને ધમકી આપી હતી કે, તું કેટલા દિવસ બચીને રહીશ ગમે ત્યારે તારે મારી પાસે આવવું પડશે. પીઆઇ વિરુધ્ધ ડીએસસીને સત્ય પ્રકાશને ફરિયાદ કરાતાં તેમણે પણ મહિલાની ફરિયાદ ધ્યાને લીધી ન હતી. મહિલા કોન્સ્ટેબલે ફરિયાદમાં વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે, ઇન્સ્પેકટર સુરેશ ચૌધરી વિરુધ્ધ ભ્રષ્ટાચારનો કેસ ગાંધીધામમાં નોંધાયો હતો, મણિનગર ખાતે રેપ તથા અન્ય કેસ, પાટણમાં રીટાયર્ડ એએસઆઇ દ્વારા નકલી ભરતીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

સાધ્વી પાસે ગુજરાત પાસિંગની કાર કોની? ભાગવાની તૈયારી સાથે જ આવી હતી મોલમાં

અઠવાડીયા પહેલા પાલનપુરની સાધ્વી જયશ્રીગીરી પોલીસને થાપ આપી ભાગી ગઇ હતી. સાધ્વી પાછળ ક્રાઇમ બ્રાંચની ત્રણ ટીમો તપાસ કરી રહી હતી દરમિયાનમાં સાધ્વી જયશ્રીગીરીને ઉદેપુર ટોલ નાકા પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધી હોવાનુ ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશનરે જણાવ્યુ હતુ. સાધ્વી પાસે તેનો પુત્ર અને ડ્રાઇવર પણ હતા. સાધ્વી અમદાવાદથી ભાગી ત્યારે તે ગુજરાત  પાસિંગની કારમાં ભાગી હતી એટલે ભાગવાનો પ્રિપ્લાન તેના ભાઇ દક્ષ પરમારે બનાવ્યો હોવાનુ પોલીસ માની રહી છે. તેવામાં તેની સાથે આઇપીએસ અધિકારી કે તેમનો પુત્ર સંપર્કમાં હોવાનુ ચર્ચાઇ રહ્યું હતુ જો તપાસ થાય તો બહાર આવે કે કોણ અધિકારી સતત તેના સંપર્કમાં હતા.

CCTV ફુટેજ

અમદાવાદથી પોલીસ જાપ્તા સાથે નિકળેલી સાધ્વી જયશ્રીગીરી બુધવારે હિમાલય મોલમાં મસાજ કરાવી, શોપિંગ કરીને હાઈકોર્ટના એડવોકેટની પત્ની સાથે ફિલ્મ બાહુબલી-૨ જોઈને જાપ્તા પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા ક્રાઈમ બ્રાન્ચે પોતાનું નાક બચાવવા માટે બે વકીલ અને ચાર પોલીસ જાપ્તાના પોલીસકર્મીઓની ધરપકડ કરી હતી.જેમાં પોલીસ કર્મીઓ સસ્પેન્ડ પણ કરાયા હતા. જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યુ હતુ કે, ગુજરાત હાઇકોર્ટે સાઘ્વી જયશ્રીગીરીને ૧૦ દિવસ માટેપોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા હતા.

બદલાયેલા વેશમાં સાધ્વી

દરમિયાનમાં તે પોલીસ જાપ્તા સાથે બુધવારે ઝાયડસ હોસ્પિટલથી હિમાલય મોલ આવી અને ત્યાથી ભાગી ગઇ હતી. તેને ઉદેપુર ટોલ નાકા પાસેથી ક્રાઇમની ત્રણ ટીમે પકડી પાડી છે. તેની સાથે એક બાળક અને ડ્રાઇવર મળી આવ્યા હતા. તમામને પકડી પોલીસ અમદાવાદ લાવવા રવાના થઇ છે. તેવામાં આ પ્રિપ્લાન માસ્ટર માઇન્ડ તેના ભાઇ દક્ષ પરમારે બનાવ્યો હોવાનુ પોલીસ માની રહી છે. તેની પાસે ગુજરાત પાસિંગની કાર કોની તેની પોલીસ તપાસ કરશે. બીજી તરફ આઇપીએસ અધિકારી કે તેમનો પુત્ર સંપર્કમાં કોણ તેની પોલીસ તપાસ કરશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.

Baroda News : SuratTimes.com

વડોદરામાં જ્વેલર્સના માલિકના પુત્રએ સાતમાં માળેથી પડતું મુક્યું, મમ્મીને કર્યો ઈ-મેઈલ

વડોદરાના નટુભાઇ સર્કલ પાસે હરવિશ જ્વેલર્સના હર્ષદ સોનીના પુત્ર પરિતોષ સોનીએ મંગળવારે ગેંડા સર્કલ વિસ્તારના ઓશન બિલ્ડિંગના સાતમા માળથી મોતની છલાંગ લગાવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં પરિતોષને ૧૦૮માં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

અલકાપુરી સોસાયટીમાં ઇસ્પેન્સર કોર્ટ સી/૧૭માં રહેતા હર્ષદ સોની હરવિશ જ્વેલર્સના સંચાલક છે. નટુભાઇ સર્કલ પાસે ટ્રિવિયા કોમ્પ્લેક્સમાં હરવિશ જ્વેલર્સનો શો-રૃમ છે. હર્ષદ સોનીનો ૨૪ વર્ષનો પુત્ર પરિતોષે એમફાર્મનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સુમનદિપ વિદ્યાપીઠમાંથી ફાર્મસીમાં રિસર્ચ કરતો હતો. પરિતોષ મંગળવારે સવારે ગેંડા સર્કલના વડોદરા સેન્ટ્રલ મોલ સામે ઓશન બિલ્ડિંગમાં કોઈ કામથી ગયો હતો. લગભગ ૧૧ઃ૨૫ કલાકે પરિતોષે કોઈ કારણોસર સાતમા માળથી પડતું મૂક્યું હતું. આ ઘટનાને પગલે એક તબક્કે ત્યાં અરેરાટી સર્જાઈ હતી. ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં પરિતોષને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પડતું મૂકતાં પહેલા પુત્રએ મમ્મીને ઇ-મેઇલ કરી તેનો ફોન બારીની પાળી પર મુકી દીધો હતો. સાતમા માળના સીસીટીવી ફૂટેજ જોતાં પરિતોષે લિફ્ટમાંથી ઊતર્યા બાદ લોબીમાં બે-ત્રણ ચક્કર માર્યા હતા. ત્યારબાદ ત્રણ-ચાર ડગલાં પાછળ આવીને અચાનક પાછો દોડીને કૂદી ગયો હતા. ઘટના દરમિયાન સાતમા માળની લોબીમાં પરિતોષ સિવાય કોઈ અન્ય વ્યક્તિ કેમેરામાં દેખાતી નથી. ગોરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાતમા માળથી કૂદેલો પરિતોષ ૬ઠ્ઠા માળે કેન્ટિંગની લોબીમાં પડયો
પરિતોષ સાતમાં માળથી કૂદતા ઓશન બિલ્ડિંગની ૬ઠ્ઠા માળની કેન્ટિંગની લોબીમાં પડયો હતો. ઘટનાને પગલે સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો ત્યાં દોડી ગયાં હતાં.

પરિતોષ અપરણિત અને મોટો પુત્ર હતો
પરિતોષ હરવિશ જ્વેલર્સના હર્ષદ સોનીના બે પૈકી મોટો પુત્ર હતો. પરિતોષ સોનીના હજુ લગ્ન થયાં ન હતા. ઓશન બિલ્ડિંગમાં એક એડ એજન્સીમાં વારંવાર જતો હતો, જેથી ત્યાંના લોકેશનથી તે વાકેફ હતો.

હરવિશ જ્વેલર્સથી માતા-પિતા રડતાં-રડતાં દોડયાં
પરિષોત પિતા સાથે હરવિશ જ્વેલર્સના શો-રૃમ પર પણ જતો હતો. ગઈકાલે સોમવાર હોવાથી શો-રૃમ બંધ હતો. આજે સવારે શો-રૃમ ખોલ્યાંના ગણતરીના સમયમાં હર્ષદ સોની અને તેમના પત્નીને ઘટનાની જાણ થઈ હતી. શો-રૃમ પરથી રડતાં-રડતાં માતા-પિતા હોસ્પિટલ દોડી ગયાં હતાં.

વિવેક ગણદેવીકરે મૃતદેહનો કબજો મેળવ્યો
ગોરવા પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવી હતી. એસએસજીમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતકના કાકા વિવેક ગણદેવીકરે મૃતદેહનો કબજો મેળવ્યો હતો.

નસવાડી એમજીવીસીએલમાં દોઢ મહિનાથી ડે. ઇજનેરની જગ્યા ખાલી

નસવાડી, તા.૨૦

નસવાડી તાલુકાના ૨૧૨ ગામ વચ્ચે નસવાડી એમજીવીસીએલ કચેરી આવેલ છે જે કચેરીમાં દોઢ મહિનાથી ડે. ઇજનેરના હવાતીયા થઇ પડયા છે. અગાઉના ડે. ઇજનેર સતત ચાર વર્ષ સુધી કામગીરી કરી ગયા તેમની બદલી પંચમહાલના શહેરા ખાતે કરાયા બાદ એમજીવીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર ડે. ઇજનેરના અલગ અલગ નસવાડી કચેરી ખાતે કરવામાં આવ્યા હતા. તેમ છતાંય જે તે ડે. ઇજનેર નસવાડી ખાતે હાજર જ ન થયા ભારતનો નાગરિક દેશની સરહદે જઇ મરવા તૈયાર છે.

જયારે નસવાડી એમજીવીસીએલ કચેરીમાં કોઇ ડે. ઇજનેર નોકરી કરવા તૈયાર નથી. જેનું કારણ જિલ્લામાં નસવાડી આદિવાસી તાલુકો સૌથી સારો તાલુકો માનવામાં આવે છે. તેમ છતાંય જે તે ડે. ઇજનેર તેમના જ ડિપાર્ટમેન્ટના હુકમનો અનાદર કરી હાજર નહી થયા હાલ નસવાડી એમજીવીસીએલ કચેરી પર સવારથી આદિવાસી લોકો અવનવા કામ માટે આવતા હોય છે. જયારે નસવાડીમાં ફક્ત એક જુનીયર ઇજનેર હાલ કામગીરીનું ધ્યાન આપી રહ્યા છે. રોજ રાત્રે મધ્ય ગુજરાત વીજ કંપનીનો વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે કોઇ જવાબ મળતો નથી. અન્ય તાલુકાના ડે. ઇજનેર કયારે આવ્યા કયારે ગયા તેની કોઇ જાણ નથી હાલ દોઢ મહિનો વીતી ગયા છતાંય કોઇ ડે. ઇજનેર નસવાડી ન હોય વહીવટી કામગીરી અટવાઇ છે.

 

કવાંટમાં ખેડૂતોને સહાય આપવા માટે ઓનલાઈનો અરજીઓ મગાવાઇ

કવાંટ, તા. ૨૦

સૌથી વધુ ખેડૂતોની વસ્તી ધરાવતા કવાંટ તાલુકામાં હાલ વરસાદી ખેતી ઉપર નભતા ખેડૂતો માટે સરકાર દ્વારા હેન્ડ ટુલ્સી આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોદાળી નં-૨, પાવડા નંગ-૨, ખુરશી નંગ-૫, પંજેટી નંગ-૨, કુહાડી નંગ-૨, ત્રિકમ નંગ-૧, હાથ ઓરણી નંગ-૨, હાથ કરબડી નંગ નિંદાણ પાવડી નંગ-૩, કપાસ સાઠી ઉપાડવાનો ચીપીયો નંગ-૧, પાણી ઝારો નંગ-૨ જેવી જરૃરીયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવશે જેમાં ૭૫ ટકા સબસીડી અથવા વધુમાં વધુ ૪૫૦૦ રૃા. સહાય આપવામાં આવનાર છે. આ અરજી ૧૪-૭-૨૦૧૭ સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખેતીવાડી શાખા ખાતે કરવાની રહેશે. તેમ ખેતીવાડી શાખાના ગ્રામસેવક રૃપસીંગ રાઠવાએ જણાવ્યું હતું.

ડભોઇમાં વિશ્વ યોગ દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ

સરકારી વાહનો ન મળતાં ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે

ડભોઇ, તા.૨૦

૨૧મી જુનના રોજ વિશ્વ યોગ દિવસ હોઇ આ યોગ દિવસની તૈયારીના ભાગરૃપે ડભોઇ પંથકને પ્રાથમિક માધ્યમીક શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો તાલુકા નાયબ કલેકટર કચેરી અને મામલતદાર કચેરીમાં પણ ડભોઇમાં વિવિધ સ્થળોએ યોગ કરવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

૨૧મી જુનના રોજ વિશ્વ યોગ દિવસ હોઇ યોગની તાલીમથી અને યોગ કરવાથી શરીર ઉપર થતા ફાયદા અંગે વિશ્વભરમાં સંદેશો આપનાર ભારત દેશ અગ્રીમ સ્થાને રહ્યો છે.

આ યોગ દિવસની ઉજવણી કરવા માટે ડભોઇ તાલુકાની એકે એક પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજ મેદાન ઉપર યોગ અંગેની તાલીમ શિબિરો યોજી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો ડભોઇ વિભાગના નાયબ કલેકટર ખ્યાતીબેન પટેલ તેમજ ઇન્ચાર્જ મામલતદાર રામસીંગભાઇ રાઠવાના નેતૃત્વમાં યોગ દિવસે સેવાસદનના પાછળના મેદાનમાં અને આગળની બાજુએ ખાસ તાલીમ બદ્ધ યોગાચાર્યના નેતૃત્વમાં સવારના ૮ વાગ્યાથી યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. તો કોલેજ મેદાનમાં સત્તરગામ પટેલવાડી તેમજ પોલીસ મેદાન ખાતે પણ યોગ દિવસના રોજ પ્રજાજનો જાહેરમાં યોગા અભ્યાસ કરી યોગ દિનની ભવ્ય ઉજવણી કરનાર છે.

કવાંટમાં આવાસ યોજનામાં ૬૧૭૧ લાભાર્થીઓને લાભ

કવાંટ, તા. ૨૦

ગુજરાત રાજ્યનો સૌથી પછાત ગણાતા એવા કવાંટ તાલુકામાં સૌથી વધુ ગરીબ કુટુંબો વસે છે. વિવિધ યોજના અંતર્ગ આ તાલુામાં આવાસો આપવામાં આવ્યા છે. જેમાં ઇન્દીરા આવાસ, સરદાર આવાસ, આંબેડકર આવાસ આ યોજના અંતર્ગત મોટાભાગના બી.પી.એલ. લાભાર્થીઓને આવાસો આપવામાં આવ્યા છે અને હાલમાં બાકી રહેતા કુટુંબોમાં ૬૧૭૧ જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે જેમાં ૩૦-૧-૨૦૧૭થી આ યોજના આમલમાં આવી જેમાં ૧૬-૧૭ના વર્ષના ૩૮૦૬ લાભાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઇ ગયું છે. જેમાંથી આશરે ૯૦૦થી વધુ લાભાર્થીઓને પ્રથમ હપ્તો મળી ગયેલ છે. જયારે અન્યને આવનાર સમયમાં મળી જશે જયારે ૧૭-૧૮ના વર્ષમાં ૨૩૬૫ લાભાર્થીઓને લાભ મળશે જેમાં હાલ માત્ર ૧૧૫૭ લાભાર્થીઓના જ રજીસ્ટ્રેશન થયેલ છે. બાકીના લાભાર્થીઓના હજુ રજીસ્ટ્રેશન થયેલ નથી. આ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને ૧,૨૦,૦૦૦ રૃા. + ૧૨,૦૦૦ શૌચાલયના અને ૧૭૨૮૦ રૃા. મજુરીના ચૂકવવામાં આવશે. આમ ૧,૪૯,૨૮૦ રૃા. આવાસ પેટે લાભાર્થીને આપવામાં આવશે. જયારે અન્ય બાકી રહી ગયેલ લાભાર્થીઓની સર્વેની કામગીરી તલાટી કમ મંત્રીને સોંપવામાં આવેલ છે.

Rajkot News : SuratTimes.com

રાજકોટમાં સ્વિમિંગ પુલથી લઇ સ્ટેડિયમમાં યોગ, એક્વા યોગામાં સ્થપાશે વિશ્વ વિક્રમ

ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિન નિમિત્તે રંગીલું રાજકોટ યોગમય બની ગયું હતું. શહેરમાં ઠેર-ઠેર સામૂહિક યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રાજકોટ મનપા દ્વારા અલગ-અલગ વોર્ડ માટે કુલ પાંચ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત શહેરની તમામ શાળા-કોલેજોમાં વહેલી સવારથી યોગના કાર્યક્રમો થયા હતા. રાજકોટના સ્નાનાગરોમાં 792 મહિલાઓએ પાણીમાં યોગાસનના પ્રયોગો કર્યા હતા અને વિશ્વ વિક્રમ તરીકે નોંધ લેવાઇ છે.

ખાસ મહિલાઓ માટે પાણીમાં થતા એક્વા યોગનું આયોજન કરાયું હતું. જેમાં 7 વર્ષની બાળકીથી માંડી 82 વર્ષના મહિલાએ પાણીમાં યોગ કર્યા હતા. મનપાનો પ્રયાસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવાનો છે. મનપાના તમામ સ્વિમિંગ પુલ પર તેનું આયોજન થયું હતું. એક્વા યોગનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે તેને ગિનિસ બુકમાં મોકલાશે. મનપા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલ (કાલાવડ રોડ), લોકમાન્ય તિલક સ્નાનાગાર (રેસકોર્સ), સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર(કોઠારિયા રોડ) અને સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર(પેડક રોડ) પર ખાસ મહિલાઓ માટે સામૂહિક એક્વા યોગ થયા હતા.

રાજકોટ મનપા દ્વારા રેસકોર્સના ક્રિકેટ સ્ટેડિયમમાં વોર્ડ નં. 2, 3 અને 7ના નગરજનો માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યાં નગરજનો જોડાયા હતા. ચો તરફ સૌ કોઈ યોગ કરીને વિશ્વ યોગ દિનને સાર્થક કર્યો હતો. જ્યાં ક્રિકેટ મેચની રમત રમાતી હતી ત્યાં આજે યોગ કરતાં લોકો જોવા મળ્યા હતા. શહેરની તમામ શાળા અને કોલેજો સામુહિક યોગના કાર્યક્રમોમાં જોડાઈ હતી. શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વહેલી સવારે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રના આયાત-નિકાસકારોને GST મામલે DGFT કરશે સહાય

 • આયાત-નિકાસકારોને શું ફાયદો, યોજનાઓ વિષે માહિતી માટે સેલ કાર્યરત
  રાજકોટ : ગુડસ એન્ડ સર્વિસટેક્ષ (જીએસટી) માં આયાત-નિકાસકારોને શું ફાયદો, યોજનાઓ વિશે જાણકારી માટે મીનીસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા ખાસ સેલ ડીજીએફટી (ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ) કચેરીમાં કાર્યરત કરવામાં આવેલ છે. આથી કોઈ પણ આયાત-નિકાસકાર આ સેલનો સંપર્ક કરી તેમને પડતી મુશ્કેલીઓ વિષે વિશેષ માર્ગદર્શન મેળવી શકે છે. આ માટે રાજકોટ ડીજીએફટીમાં સેલ કાર્યરત કરી દેવામાં આવેલ છે
  તા.૧લી જુલાઈથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીનો અમલ કરાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. એક એવી ચર્ચા ચાલી રહી છે કે સંભવિત ૧લી જુલાઈના બદલે સપ્ટેમ્બર માસમાં જીએસટી અમલી બનાવવામાં આવશે પણ તે માત્ર વાતો જ છે અને ૧લી જુલાઈથી જ જીએસટીનો અમલ શરૃ કરવામાં આવનાર છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી અનેક એગ્રો તેમજ મશીનરી, ઓટોપાર્ટસ, ઓટોમોબાઈલ, સબમર્સીબલ સહિતની આઈટમોની ધુમ નિકાસ વિદેશોમાં કરવામાં આવી રહી છે. આથી હજું સુધી જીએસટીના કારણે આયાત-નિકાસકારાને શું કાર્યવાહી કરવાની રહે છે અથવા મરચન્ટ એક્ષપોર્ટરોને જીએસટીમાં કંઈ રીતે માઈગ્રેશન કરવાનું રહે છે તથા નિકાસ પ્રોત્સાહન માટે આપવામાં આવતી યોજનાઓનો ફાયદો લેવા માટે શું કાર્યવાહી કરવાની રહે છે તે અંગેની માહિતી માટે રાજકોટમાં ડીજીએફટીની કચેરીમાં ડે.ડાયરેકટર સુવિધ શાહની અધ્યક્ષતામાં ખાસ સેલ કાર્યરત કરવામાં આવેલ છે. માત્ર રાજકોટ જ નહીં બલ્કે સમગ્ર સૌરાષ્ટ્રના આયાત-નિકાસકારો ડીજીએફટી કચેરીનો સંપર્ક કરી માહિતી મેળવી શકશે તેમ જાણવા મળેલ છે. આ પ્રકારની વ્યવસ્થા મીનીસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવેલ છે.

રાજ્યના ઉદ્યોગોના GSTને લગતા પ્રશ્નો માટે ૧૩ જો. કમિ.ની નિમણૂંક

 • સગવડ સાથે અગવડ પણ વધવા ભીતિ
  રાજકોટ : ૧લી જૂલાઈથી દેશભરમાં જીએસટીનો અમલ થવા જઈ રહ્યો છે. જીએસટીનું કર ભારણ, કાયદાની અમલવારીની સમજ અને તેમાં રહેલી અનેકવિધ વિસંગતતાઓને લઈને વેપારી-ઉદ્યોગપતિઓ મુંઝવણમાં છે. ત્યારે રાજ્યભરના વિવિધ ઉદ્યોગોને જીએસટીને લગતા પ્રશ્નોની રજૂઆત અને સમજ માટે વેટ વિભાગના ૧૯ જોઈન્ટ કમિશનરની નિમણૂંક કરવામાં આવે છે.
  જીએસટીના ટેક્સ સ્લેબ તેમજ તેના અમલીકરણ માટે વિવિધ ઉદ્યોગોની આંતરિક સ્થિતિ અલગ અલગ હોય છે. માટે તેમના પ્રશ્નો અને સમસ્યાઓ પણ અલગ હોવાના.
  જેની સામે રાજ્યના જિલ્લાઓમાં એક-બે જ જોઈન્ટ કમિશનર હોય છે. વિવિધ ઉદ્યોગો તેમને વારંવારની ઝીણવટ ભરી પૂછપરછ કરતા રહે તો ગૂંચવડો અને અસંતોષ ફેલાય તેવી શક્યતા રહે છે.
  જેને ધ્યાને રાખીને જીએસટી સંદર્ભના કામગીરીની વહેચણી કરી વહીવટ સરળ બનાવવા વેટ કચેરી તરફથી નિર્ણય લેવાયો છે. જેને અનુલક્ષીને રાજ્યભરમાં ૧૩ જોઈન્ટ કમિશનરની ચોક્કસ ઉદ્યોગોને લગતી સમસ્યાના નિરાકરણ માટે નિમણ્ુંક કરવામાં આવી છે. જો કે આ વ્યવસ્થાથી સગવડ સાથે અગવડ પણ વધવા ભીતિ છે.
  દા.ત. સૌરાષ્ટ્રમાં મોટાપાયે આવેલા કોઈ ઉદ્યોગને લગતા પ્રશ્નોની રજૂઆત માટે નિયુક્ત થયેલા જોઈન્ટ કમિશનર સુરત, વડોદરા કે એવા કોઈ જિલ્લામાં હોય તો અહીંના ઉદ્યોગકારને ત્યાં ધક્કા ખાવા પડશે. અથવા ટેલીફોન કે અન્ય માધ્યમથી સતત સંપર્કમાં રહેવું પડશે. એવું દરેક ઉદ્યોગ સાથે થઈ શકે છે.

એમ.જી. હોસ્ટેલ માથાકુટમાં5યુવાનોની ખોટી સંડોવણી

 • ફરિયાદીઓ જ હથિયારો સાથે આવેલા, આવેદન આપી રજૂઆતો
  રાજકોટ : એમ.જી. હોસ્ટેલ માથાકુટ પ્રકરણમાં પાંચ યુવાનોની ખોટી સંડોવણી થયાનું જણાવી તટસ્થ તપાસની માંગ કરતુ ંઆવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદનમાં જણાવાયું હતું કે, ખરેખર તો ફરિયાદી જ હથિયારો સાથે આવ્યા હતા.
  આવેદનમાં એમ પણ જણાવાયું હતું કે, એમ.જી. હોસ્ટેલ આસપાસની લારીવાળાના આધારે ખોટી ફરિયાદો નોંધવામાં આવી છે. કરણી સેનાએ જે આક્ષેપ લગાવ્યો છે કે, આ હોસ્ટેલના વિદ્યાર્થીઓ કોઈને પૈસા આપતા નથી મફત નાસ્તાઓ કરી જાય છે તે પાયા વગરનો છે. પોલીસે કોઈ દબાણમાં આવીને કાર્યવાહી કરી હોવાનું જણાય છે. યોગ્ય તપાસ કરી સત્ય હકિકતો બહાર લાવવા માટે દલિત સમાજ તરફથી માંગ છે અને જો આમ કરવામાં નહિ આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને આમ છતાં પણ મામલો નહિ ઉકેલાય તો લડત પણ છેડવામાં આવશે.

Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Gujarat